નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાનું કથિત રીતે સમર્થન કરવાનો વોટ્સએપ મેસેજ મોકલનારા એક કાશ્મીરી વિદ્યાર્થીની દહેરાદૂનમાં ધરપકડ કરવામાં આવી છે. કાશ્મીરી વિદ્યાર્થીએ વ્હોટ્સએપ પર જે સંદેશો શેર કર્યો હતો તેના કારણે તણાવ ઊભો થયો અને દક્ષિણપંથી હિન્દુ સંગઠનોએ યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો અને વિદ્યાર્થીની ધરપકડની માગણી કરી હતી. દહેરાદૂનની પ્રાઈવેટ યુનિવર્સિટીએ વિદ્યાર્થીને સસ્પેન્ડ  કરી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દહેરાદૂનના એસએસપી નિવેદીતા કુકરેતીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું દહેરાદૂનના મકાન માલિક સમાજનો એક વર્ગ દબાણમાં છે કે તેઓ કાશ્મીરી વિદ્યાર્થીઓને ભાડૂઆત તરીકે ન રાખે તો તેમણે કહ્યું કે એવા અહેવાલો છે પરંતુ કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. તેમણે કહ્યું કે શહેરની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓએ ડરવાની જરૂર નથી કારણ કે પરિસરો અને હોસ્ટેલની બહાર પૂરતી સંખ્યામાં પોલીસ તહેનાત છે. 


શહીદોના પરિવારોની વ્હારે આવ્યાં દેશવાસીઓ, 'ભારત કે વીર' પોર્ટલ પર 36 કલાકમાં કરોડો રૂપિયા જમા


પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે દહેરાદૂનની પોલીસે જમ્મુ અને કાશ્મીર પોલીસને આશ્વાસન આપ્યું છે કે કાશ્મીરી વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓના તેઓ સંપર્કમાં છે અને દહેરાદૂનમાં તેમની સુરક્ષાનો પુરતો બંદોબસ્ત કરાયો છે. 


વોટ્સએપ સંદેશામાં કાશ્મીરી વિદ્યાર્થીએ પુલવામાના બર્બર આતંકી હુમલાની સરખામણી ઓનલાઈન ગેમ પબજી સાથે કરી હતી. પોલીસે આ મામલે આઈપીસીની કલમ 505 (2) હેઠળ વિદ્યાર્થી સામે ગુનો દાખલ કર્યો છે. ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. 


પુલવામા હુમલો: Relianceએ શહીદોના બાળકોના અભ્યાસ, નોકરી અને ઘર્ચ ખર્ચની જવાબદારી ઉપાડી


અત્રે જણાવવાનું કે પુલવામા આતંકી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાંથી બહાર રહેતા કાશ્મીરીઓને કથિત રીતે અપાતી ધમકીઓના અહેવાલોના પગલે શ્રીનગર સ્થિત સીઆરપીએફ હેલ્પલાઈને શનિવારે કહ્યું કે તેઓ કોઈ પણ પ્રકારના ઉત્પીડન મામલે તેમનો સંપર્ક કરે. 


મદદગાર હેલ્પલાઈને આ મામલે એક ટ્વિટ કરીને કહ્યું છે કે હાલ રાજ્યમાંથી બહાર રહેતા કાશ્મીરી વિદ્યાર્થીઓ અને આમ જનતા તેમના ટ્વિટર હેન્ડલ @સીઆરપીએફ મદદગાર પર સંપર્ક કરી શકે છે. કોઈ પણ સમસ્યા કે ઉત્પીડનનો સામનો કરવા માટે તત્કાળ મદદ લેવા 24 કલાક ટોલ ફ્રી નંબર 14411 કે 7082814411 પર એસએમએસ કરી શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...